મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નાગરિકો અને સરકારના સક્રિય પ્રયાસોથી આપણે ગુજરાતમાં કોરોના મહામારી ઉપર નિયંત્રણ રાખી શક્યા છીએ. ગુજરાતમાં “કોરોના હારશે અને ગુજરાત જીતશે” ના મંત્ર સાથે આપણે કોરોનાને નિયંત્રિત કરી શક્યા છીએ. કોરોના સંક્રમિત વ્યક્તિઓને ઝડપથી યોગ્ય આરોગ્ય સારવાર આપી શકાય તે માટે રાજ્યમાં રોજ મોટાપાયે કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.