16 ડાયરેક્ટ પમ્પીંગના કિસ્સા મળી આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિકમોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટપંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં 1039 ઘરોની ચકાસણી કરવામાંઆવી હતી.
- Advertisement -
જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 16 કિસ્સાઓ અને 06 આસામીઓને નોટીસ તથા 01ની ઇલેક્ટ્રિક મોટર જપ્ત તેમજ ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 21,000/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે 1039 ઘરોમાં ચકાસણી, 16 ડાયરેક્ટ પમ્પીંગના કિસ્સા ,ફળિયા ધોવા અને ડાયરેક્ટ પમ્પીંગની બાબતે રૂ. 21,000/-ની પેનલ્ટી વસુલાઇ હતી.
પાણીના નળમાં ઇલેક્ટ્રિકમોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટપંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.