દંડની રકમ ન ભરેતો વધુ ત્રણ માસની સજા ભોગવવા કોર્ટનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતા નિશાબેન અનિલભાઇ જાદવે સુધીર સુરેશ સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના એકાદ માસ બાદ મનમેળ ન થતા છૂટાછેડા લઇ લીધા હતા. નિશાબેન અને સુધીર સોલંકી અલગ-અલગ રહેતા હતા. સુધીર અવાર-નવાર નિશાબેન અને સુધીર સોલંકી અલગ-અલગ રહેતા હતા. સુધીર અવાર નવાર નિશાબેનને સાથે રાખતો હતો અને તારા માતા-પિતા પાસેથી પૈસા લઇ આવ એમ કહીને માર મારતો હતો.
- Advertisement -
તા.15-11-22ના સુધીરે ઝડો કરી નિશાબેનને માર માર્યો હતો. આથી નિશાબેન ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. આ દરમિયાન સુધીરે નિશાબેનના પિતા અનિલભાઇ જેન્તીભાઇ જાદવને માર મારી હત્યા કરી હતી. આ કેસ ચાલી જતા સેશન્સ જજ ભુપેન્દ્રકુમાર જી.દવેએ ર1 મૌખિક અને પ3 દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષના વકીલની દલીલોને ઘ્યાને લઇ સુધીર સુરેશ સોલંકીને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.