-ગૌવંશને વધારવા અને તેની સુરક્ષાના ઉદેશથી થશે ગણતરી
યુપીની યોગી સરકાર યુપીમાં ગાયની વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. આ ગણતરી ત્રણ કેટેગરીમાં થશે. પશુપાલકોની પાસે બેસહારા પશુઓ, કાન્હા ઉપવન અને માર્ગો પર છોડવામાં આવેલા પશુઓની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી યુપીમાં ગૌવંશને પ્રોત્સાહન આપવા અને તેના રક્ષણના ઉદેશથી કરવામાં આવી રહી છે. તેના માટે આદેશ આપી દેવાયા છે.
- Advertisement -
સરકાર બેસહારા પશુઓની સારસંભાળ અને વ્યવસ્થાને લઈને ગંભીર છે અને આ દિશામાં મજબૂત પગલા ભરી રહી છે. પ્રાથમીકતાના આધારે આ ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ પશુઓની જિયો ટેગીંગ પ્રક્રિયા પણ અમલમાં આવશે. પહેલા ચરણમાં આવી ગાયોની ગણતરી કરવામાં આવશે.
પછીના તબકકામાં એવી ગાયો સંબંધીત કાર્ય યોજના તૈયાર કરીને તેને લાગુ કરવામાં આવશે. આવી ગાયોને યોગ્ય આશ્રય પ્રદાન કરવામાં આવશે. સરકાર કાન્હા ઉપવનથી વધુ સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
આથી આમજન અને ખેડુતોને અસુવિધાથી બચાવી શકાશે. આ સાથે જ માર્ગો પર રખડતી ગાયોની સુરક્ષા પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવશે. બીજી બાજુ નિરાશ્રીત પશુ પ્રજનન સ્થળો અને ગાયોની સેવા કરનારા બધા પરિવારોને તેમના ભરણપોષણ માટે અપાતી રકમમાં હાલમાં વધારો થયો છે તેમને 30 રૂપિયા દર ગાયના બદલે વધારીને દર ગાયે રૂા.50 કરી દેવાયા છે.