-સ્કુલો બંધ: બાંધકામ પ્રવૃતિ પર રોક સહિતના પગલા
પાટનગર દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર વધુને વધુ ગંભીર અને ખતરનાક બની રહ્યું જ છે ત્યારે હવે ઝેરી હવા ઉતરપ્રદેશ સુધી પહોંચી છે. ગાઝીયાબાદ જેવા શહેરોમાં પ્રદુષણ ખતરનાક થતાં સ્કુલો બંધ કરવામાં આવી છે. પ્રદુષણથી ત્રણ લોકોના મોત નીપજતા ખળભળાટ સર્જાયો છે.પ્રદુષણ જીવલેણ બનવા લાગતા સરકાર પણ સ્તબ્ધ બની છે.
- Advertisement -
પાટનગર દિલ્હી તો છેલ્લા એકાદ મહિનાથી ખતરનાક પ્રદુષણ સામે ઝઝુમી જ રહ્યું છે. હવાની ગુણવતા નિયત કરતા પાંચ ગણી વધુ ઝેરી બની છે.આજે પણ હવાની ગુણવતામાં કોઈ રાહત કે સુધાર થયો ન હતો. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં રીપોર્ટ પ્રમાણે આજે પણ પ્રદુષણ ગંભીર શ્રેણીમાં જ હતું અને મોટાભાગનાં વિસ્તારોમાં 450 ને પાર હતું. આનંદ વિહારમાં એકયુઆઈ 452, આરકે પુરમમાં 433, ઓખલામાં 426, પંજાબી બાગમાં 460 તથા આઈટીઓમાં 413 નોંધાયો હતો.
દિલ્હીમાં દક્ષિણ-પશ્ચીમ તથા ઉતર પૂર્વનાં પવન 4 થી 8 કીમીની ઝડપે ફુંકાયો હતો.5વનની દિશામાં બદલાવ તથા સુર્યપ્રકાશ નિકળવા છતાં પ્રદુષણમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો ન હતો. પવનની દિશામાં ફરી બદલાવ થવાની આશંકાથી પ્રદુષણ વધુ ગંભીર થઈ શકે છે. મંગળવારે દિલ્હીનાં અર્ધોઅર્ધ ભાગોમાં પ્રદુષણનું સ્તર 400 થી વધુ હતું. બીજી તરફ દિલ્હીનું આ ખતરનાક પ્રદુષણ હવે ઉતરપ્રદેશ સુધી પહોંચ્યુ હોય તેમ રાજયનાં અનેક ભાગોમાં હવા ઝેરી બની હતી. એટલુ જ નહિં ત્રણ લોકોનો ભોગ પણ લેવાયો હતો.
સતાવાર રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ઉતરપ્રદેશનાં નોટીસ તથા ગાઝીયાબાદ ગંભીર પ્રદુષણની ઝપટે ચડયા છે. વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. સ્કુલોમાં રજા જાહેર કરવાની સાથોસાથ પ્રદુષણ ઘટાડવાનાં પગલા શરૂ કરાયા છે. ગાઝીયાબાદમાં પ્રદુષણથી ત્રણ લોકોના મોત નીપજયાનુ જાહેર થયુ છે. ઝેરી હવામાં શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા ત્રણ લોકો મોતને ભેટયા હોવાનું બહાર આવ્યુ છે.જોકે સતાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સુત્રોએ કહ્યું કે મોતને ભેટેલા ત્રણ વ્યકિતમાંથી એક મહિલાને કિડનીની બિમારી હતી.
- Advertisement -
જયારે બે વ્યકિતને એકાએક શ્વાસ લેવાની તકલીફ થતા હોસ્પીટલ ખસેડાઈ હતી જયાં તેમના મોત નીપજયા હતા.ગાઝીયાબાદનાં કેટલાંક ભાગોમાં પ્રદુષણનું સ્તર 350 થી વધી ગયુ છે. જીલ્લા કલેકટર દ્વારા 10 નવેમ્બર સુધી ધો.9 સુધીની તમામ શાળા બંધ કરવા તથા ઓનલાઈન કલાસ ચાલુ કરવાનો આદેશ કર્યો હતો. બાંધકામ પ્રવૃતિ પર પણ રોક મુકી દેવામાં આવી છે. દિલ્હની જેમ ગાઝીયાબાદમાં પણ ગ્રેપ-4 લાગુ પાડવામાં આવ્યા છતા કોઈ રાહત ન મળતા અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે.