ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને શોધવા 100 દિવસનું અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
નાગરિક સમાજમાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી તેમને પૂરતી સારવાર આપી ટી.બીના રોગનો ફેલાવો અટકાવવા તથા આ રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારવાના હેતુસર ટી.બી.ના દર્દીઓને શોધવા 100 દિવસનું મહાઅભિયાન શરૂ કરાયું છે. આ રીતે ઝડપથી ટી.બી.ને નિર્મૂલન કરી ગીર સોમનાથને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવાની પ્રતિબદ્ધતા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતના તબક્કાના જ ટી.બી. દર્દીઓને શોધવા માટે જિલ્લામાં 100 દિવસ સુધીનું અભિયાન શરૂ છે. આ અભિયાનમાં ગૃહ મુલાકાત કરી આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન વ્યક્તિઓ ઘરની તમામ વ્યક્તિઓની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ સઘન તપાસ દરમિયાન જેને ટી.બી. થવાની શક્યતા વધારે છે. તેની યાદી બનાવી યોગ્ય સારવાર સાથે સમજ પૂરી પાડવામાં આવી રહી છે.
- Advertisement -
જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં 19 મે 2025થી 100 દિવસ ટી.બી. કેમ્પેઇન ચાલી રહ્યું છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો, જેમને ડાયાબિટીસ કે 60 વર્ષથી ઉપરના લોકો વૃદ્વો, ભૂતકાળમાં જેમને ટી.બી. થયો હોય તેવા દર્દીઓ તથા તેમના સગાઓ અને અન્ય નાગરિકો જેમને ટી.બી. થવાની સંભાવના વધુ હોય આવા તમામ લોકોનું પી.એસ.સી.થી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી એક્સ-રે ફેસિલિટીમાં લઈ જઈ એક્સ-રે પાડી ટી.બી.નું નિદાન કરી આપવામાં આવે છે.