ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સોમનાથનાં નવા બાયપાસ પર માધવ હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સોમનાથ તરફથી આવતા બેકાબુ બનેલા ટ્રકે ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં કાર, ઓટો રિક્ષા, મોટર સાઇકલ અને આઇસર ટ્રક સહિતના ચાર વાહનો ને અડફેટે લીધા હતા. આ અકસ્માત માં કાર માં સવાર પાંચ પરપ્રાંતીય લોકો જેમાં સુરેશચંદ્ર ગુપ્તા ઉં. 58 ભોપાલ, વિનોદ ગુપ્તા ઉં.61 ભોપાલ, વિભાબેન ગુપ્તા ઉં. 58 ભોપાલ, ધર્મેશ જોષી ઉં.42 દ્વારકા, બબલી ગુપ્તા ઉં.49 ભોપાલ ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે સૌપ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી ખસેડવામાં આવ્યા હતા. ઘટના નાં પગલે પ્રભાસ પાટણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
રોંગ સાઇડમાં જતી કાર ટ્રક સાથે અથડાઇ: ટ્રક બેકાબુ બનતા 4 વાહનોને હડફેટે લીધા
