ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
જય સરદાર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થા તરફથી 2023-24ના વર્ષ દરમિયાન સ્વધામે ગયેલા આત્માઓના મોક્ષ પ્રદાન માટે મૃતકના સ્વજનોને સાથે રાખીને તા. 21-4 ને રવિવારના રોજ અસ્થિ ફૂલનું પૂજન કરાશે અને વિસર્જન જય સરદાર યુવા ગ્રુપના યુવાનો અને જે કોઈ સ્વજનોને આવવું હોય તેઓને સાથે રાખીને હરિદ્વાર ખાતે હરકીપેઢી ઉપર તા. 3-5ના રોજ સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા-અર્ચન દ્વારા ગંગામાં વિસર્જીત કરવામાં આવનાર છે. યુવાનોની આ સેવા સમર્પણની ભાવનાને સમાજ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે અને આ પુનિત કાર્યને બિરદાવી રહ્યા છે. સમાજસેવાના આ કાર્યમાં સૌનો સાથ સહકાર મળવા બદલ જય સરદાર યુવા ગ્રુપ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો છે. અંતમાં સંસ્થાના મેને. ટ્રસ્ટી રમેશભાઈ વેકરીયાએ જણાવ્યું કે આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આગેવાનો અશ્ર્વિનભાઈ પાંભર, અતુલભાઈ પોકર, વિપુલભાઈ પાંભર, ચંદુભાઈ ઘેલાણી, સંજયભાઈ વઘાસીયા, હીરેનભાઈ ગોસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે.