ફરિયાદી અદાલતમાં હાજર ન રહેતા આરોપીનો નિર્દોષ છૂટકારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટમાં કુવાડવા રોડ પર પારેવડી ચોક ખાતે રહેતા પ્રશાંતભાઈ ભીખાભાઈ ચૌહાણએ બેડીપરામાં રહેતા ભાવિનભાઈ વેલજીભાઈ ચૌહાણ સામે રાજકોટની કોર્ટમાં વર્ષ 2020માં એ મતલબની ફરિયાદ કરી હતી કે આરોપી ભાવિનભાઈ તેમના કાકાના દીકરા ભાઈ થાય છે અને તેમને સંબંધના દાવે કટકે કટકે રૂા. 1,50,000 હાથ ઉછાની આપેલ અને ત્યારબાદ સદરહુ રકમ પરત માંગતા આરોપી ભાવિનભાઈ દ્વારા રૂા. 1,50,000નો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક આપેલ હતો જે ચેક બેંકમાં રજૂ રાખતા ચેક અપૂરતા ભંડોળના કારણે વગર વસુલાતે પરત ફરેલ હતો જેથી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને કોર્ટ દ્વારા ફરિયાદને રજિસ્ટરે લઈ આરોપી સામે નામદાર અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરેલુ છે.
- Advertisement -
આરોપી સામે સમન્સ ઈસ્યુ થતા આરોપી ભાવિનભાઈ પોતાના વકીલ હેમાંશુ એચ. પારેખ મારફતે નામદાર અદાલતમાં હાજર થયેલા અને કેસ ચાલવા ઉપર આવેલો હતો. નામદાર કોર્ટમાં અનેક મુદતોમાં ફરિયાદી પોતે જુબાની આપવા માટે જાતે હાજર રહ્યા નથી અને ફરિયાદીના એડવોકેટ દ્વારા ફરિયાદી હાજર રહી શકે તેમ નથી અને મુદતની માગણી કરવામાં આવતી નથી જ્યારે આરોપી અને આરોપીને એડવોકેટ કેસ આગળ ચલાવવા માગતા હોય અદાલતમાં મુદતે હાજર રહી નામદાર કોર્ટ કાર્યવાહીમાં સહકાર આપતા હતા જ્યારે ફરિયાદી અનેક મુદતમાં બોલાવવા છતાં હાજર રહેતા ન હતા જેથી આરોપીના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટમાં મૌખિક રજૂઆત કરવામાં આવેલી કે ફરિયાદી એ ફરિયાદ દાખલ કર્યા બાદ નામદાર અદાલતમાં પોતે કરેલી ફરિયાદમાં જુબાની આપવા હાજર રહેતા નથી અને નામદાર કોર્ટ તથા પક્ષકારો, વકીલોનો સમય વ્યય થઈ રહ્યો છે.
ફરિયાદી હાજર રહીને કેસ ચલાવતા ન હોય હુકમ કરેલો કે હાલના કામે ફરિયાદી હાજર રહીને કેસની કાર્યવાહી આગળ ચલાવવા ન હોઈ ક્રિ.પ્રો. કોડની કલમ 256ની જોગવાઈ પ્રમાણે આરોપીને ફરિયાદીની ગેરહાજરી સબબ નિર્દોષ ઠરાવી ફરિયાદીનો કેસ ડીસમીસ ફોર ડીફોલ્ટથી ફેસલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કામમાં આરોપી ભાવિનભાઈ વાલજીભાઈ ચૌહાણ વતી યુવા લો એસોસીએટસના એડવોકેટ હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, કુલદીપ ચૌહાણ, હિમાંશુ હિરાણી, યશપાલ ચૌહાણ, શીતલ રાઠોડ, નિધિ રાયચુરા, અંકિત જાવિયા તથા લો આસિસ્ટન્ટ તરીકે જીજ્ઞેશ ચૌહાણ, દિવ્યરાજ ચાવડા રોકાયેલા હતા.