5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપ 2023માં કુલ $10 મિલિયનની રકમ ઈનામી રકમ તરીકે વહેંચવામાં આવશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં તમામ 10 ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજાનો સામનો કરશે. આમાં પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ગ્રૂપ સ્ટેજની રમત જીતવા બદલ ઈનામી રકમ પણ આપવામાં આવશે. ટીમોને ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ માટે 40,000 અમેરિકી ડોલર મળશે. વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલરની રકમ આપવામાં આવશે.
- Advertisement -
The total prize pool for #CWC23, including the cash prize for the winners, has been announced 💰
Details 👇
— ICC (@ICC) September 22, 2023
- Advertisement -
ગ્રૂપ સ્ટેજની રમત જીતવા બદલ મળશે ઈનામી રકમ
વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં તમામ 10 ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજાનો સામનો કરશે. આમાં પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ગ્રૂપ સ્ટેજની રમત જીતવા બદલ ઈનામી રકમ પણ આપવામાં આવશે. ટીમોને ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ માટે 40,000 અમેરિકી ડોલર મળશે.
વિજેતા અને ઉપવિજેતા ટીમો પર પૈસાનો થશે વરસાદ
જે ટીમો ગ્રુપ સ્ટેજના અંતે નોકઆઉટ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે તે દરેકને 1,00,000 અમેરિકી ડોલર પ્રાપ્ત થશે. વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલરની રકમ આપવામાં આવશે. સાથે જ રનર અપ ટીમને 2 મિલિયન ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે.