પરશોત્તમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.03
- Advertisement -
પ્રયાસ પેરેન્ટ્સ એસોસીયેશન સંસ્થામાં 2જી એપ્રિલ વર્લ્ડ ઓટિઝમના દિવસની ઉજવણી કરવામાં આવી. યુનાઇટેડ ઓફ નેશનલ દ્વારા 2008 માં 2જી એપ્રિલે ને વર્લ્ડ ઓટિઝમ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારથી પૂરી દુનિયામાં આ દિવસને સમાજમાં જાગૃતતા લાવવા માટે અલગ અલગ રીતે ઊજવણી કરવામાં આવે છે. અમારી સંસ્થા દર વર્ષે અલગ અલગ રીતે આ દિવસને ઉજવે છે. અમારી સંસ્થામાં 200 મનોદિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યાં છે. સંસ્થામાં આ વર્ષે આ દિવસે વર્ષો થી શિક્ષકો જે બાળકો સાથે કાર્ય કરી રહ્યા છે. તેમજ એવી પણ દીકરીઓ સંસ્થામાં તાલીમ આપી રહી છે. જેમનો પોતાનો ભાઈ કે બહેન મનોદિવ્યાંગ હોય તેમજ મનોદિવ્યાંગ બાળકો જે સંસ્થામાં કાર્ય કરે છે.
તેવા તમામ સેવાભાવી શિક્ષકો નુ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ઇફ્કો અને સહકારી ક્ષેત્ર ના ચેરમેન ના દિલીપભાઈ સંઘાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ, માધવભાઈ દવે, કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, ઉદ્યોગપતિ અગ્રણી શંભુભાઈ પરસાણા, અને મનોદિવ્યાંગ બાળકોના માતા પિતા, વગેરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ સફળ બનાવવા પૂજાબેન પટેલ, ભાસ્કરભાઈ પારેખ, જેન્તીભાઇ સરધારા અને પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશન ની ટીમે મહેનત ઉઠાવી હતી.