ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર કોમલબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી બી. ડી.ભાડ, ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર, તેમજ જિલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીમાં આંતરિક ફરિયાદ સમિતિના સભ્યો અને મહિલા કર્મચારીઓ ઉપસથિત રહયા હતા. નિવાસી અધિક કલેકટર કોમલબેન પટેલ દ્વારા પ્રસંગિક ઉદબોધન કરી મહિલાઓને કામકાજના સ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તેમજ દરેક ખાનગી અને સરકારી કચેરીમાં કાયદા અંતર્ગત સમિતિની રચના કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતીય સતામણી( અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ) નિવારણ અધિનિયમ-2013 અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં પ્રતિકાર શોર્ટ ફિલ્મ નિદર્શન પણ યોજવામા આવ્યુ હતુ.