- હિમાચલમાં બ્લેકઆઉટ: 10 સ્થળોએ હિમસ્ખલન: નદીનુ વહેણ અટકયુ
- કેદારનાથ-બદ્રીનાથ-હેમકુંડમાં 2થી6 ફુટ બરફવર્ષા: પંજાબ, હરિયાણા સહિત ડઝનથી વધુ રાજયોમાં તોફાની વરસાદ
શિયાળાએ વિદાય વેળાએ કહેર સર્જયો હોય તેમ ભારે હિમવર્ષા-વરસાદ-આંધીથી જમ્મુ-ઉતરપ્રદેશ તથા હરિયાણામાં 12 લોકોના મોત નિપજયા હતા. હિમાચલમાં બ્લેકઆઉટની સ્થિતિ વચ્ચે 500થી વધુ માર્ગો બંધ થઈ ગયા હતા આટલુ જ નહીં હિમસ્ખલનથી ચિનાબ નદીનુ વહેણ પણ અટકી ગયુ હતું. જમ્મુ-શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે બંધ રહ્યો હતો.
Chamoli, Uttarakhand: Badrinath National Highway blocked due to debris falling from the mountain due to rainfall. pic.twitter.com/mfuROaaKM7
- Advertisement -
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2024
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે ઉતરીય પાકિસ્તાન તથા આસપાસના ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પંજાબ તથા આસપાસના ભાગોમાં લો-પ્રેસરના પ્રભાવ હેઠળ હિમાચલ, લદાખ તથા જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ હતી. ઉતરાખંડ, ઉતરપ્રદેશ, બિહાર તથા સિકકીમાં આંધીના તોફાન સાથે કરા વરસ્યા હતા. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, પુર્વીય રાજસ્થાન, વિદર્ભ, છતીસગઢ, ઝારખંડ જેવા રાજયોમાં હળવો મધ્યમ વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
હિમવર્ષા-વરસાદના કહેરથી જનજીવન પ્રભાવિત થવા ઉપરાંત સરસવ, ઘઉં, મસુર, ચણા જેવા પાકને નુકશાની પણ રિપોર્ટ છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો કહેર હોય તેમ હવામાન અંતર્ગત ખરાબ બની રહ્યું હતું. લાહૌલઘાટીમાં 9 તથા કિન્નોરમાં એક સ્થળે હિમસ્ખલન થયુ હતું. લાહૌલમાં હિમસ્ખલન ચિનાબ નદીમાં થતા નદીનું વહેણ અટકી ગયુ છે. અન્યત્ર પણ દુકાનો-મકાનોને નુકશાન થયુ હતું. 100થી વધુ લોકો ફસાયા છે. જો કે, તમામ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
#WATCH | Himachal Pradesh: Killar town in the Pangi Valley, a tribal area of Chamba, is covered in a blanket of thick snow, as the area receives heavy snowfall.
(Video from near Killar bus stand) pic.twitter.com/MvwiMqR74J
— ANI (@ANI) March 3, 2024
કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે એક મકાન ધસી પડતા ચાર લોકોના મોત નિપજયા હતા. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલનથી ટ્રાફીક બંધ કરવામાં આવ્યો હતો. કાશ્મીર દેશના અન્ય ભાગોથી વિખુટુ પડી ગયુ હતું. રામવનમાં કેરળના 200થી વધુ લોકો ઘસાયા હતા.
ઉતરાખંડમાં પણ ઉંચા પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે કહ્યું કે સામાન્ય રીતે માર્ચમાં આટલો બધો વરસાદ નથી થતો. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પ્રભાવથી આ સ્થિતિ છે. તાપમાનમાં ઘટાડો છે. બદ્રીનાથ-ગંગોત્રી હાઈવે બંધ કરાયો છે. બદ્રીનાથમાં પાંચ ફુટ, હેમકુંડ સાહિલમાં 6 ફુટ તથા કેદારનાથધામમાં બે ફુટ બરફ પડયો હતો.