જૂનાગઢ મનપામાં નવા ચૂંટાયેલાં પ્રતિનિધિઓની વોર્ડમાં લટાર
મનપાની ખરડાયેલી છાપને સુધારવા સભ્યોના પ્રયત્નો શરૂ
- Advertisement -
કામને ઝડપભેર ગતિ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ મહાનગર પાલિકામાં ફરી શાસન ભાજપનું આવ્યું છે. અને જૂનાગઢ વાસીઓએ ફરી વિશ્વાસ મૂકીને 48 બેઠકો આપી છે. જોકે ગત પાંચ વર્ષની ચૂંટણી કરતા વિપક્ષ વધુ મજબૂત થયો છે. જેમાં 11 કોંગ્રેસ અને એક અપક્ષ ચૂંટાય આવ્યા છે ત્યારે આ નવી બોડીમાં ગણ્યા ગાંઠ્યા લોકોજ જુના અનુભવી છે.જયારે વર્ષોથી પૂર્વ ડેપ્યુટી મેયર જનરલ બોર્ડ ચલાવતા હતા આ 2025ની બોડીમાં નવા લોકો ઘણા આવ્યા છે.ત્યારે ગત બોડીમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ ક્યારેક વોર્ડમાં દેખાયા હોવાનું સામે આવ્યું હતું એટલે હવે નવનિયુક્ત થયેલા પ્રતિનિધિઓ કામમાં ગતિ આવે તેવું જોર લગાવવાનું શરુ કર્યું છે અને અત્યાર થીજ વોર્ડમાં આંટાફેરા શરુ કર્યા છે. જૂનાગઢ શહેરને છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો, ગેસ લાઈન અને તૂટેલા ફાટેલા ગટરના ઢાંકણા તેમજ બિસમાર રોડના લીધે વિકાસ શહેરની છાપ ખરડાયેલ જોવા મળી છે.અને ક્યારે લોકોને સારા રસ્તા મળશે અને ક્યારે ભૂગર્ભ ગટરના ખાડા માંથી મુક્તિ મળશે તેની શહેરીજનો રાહ જોઈને બેઠા છે.હાલ તો કેહવાઈ છે કે, નવો ભુવો વધુ ધૂણે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવનિયુક્ત ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ આગામી પાંચ વર્ષમાં જયારે મત માંગવા જાય ત્યારે કોઈ પણ વોર્ડના લોકોનું સાંભળવું ન પડે તે માટે અત્યાથીજ વોર્ડમાં લટાર મારવાનું શરુ કર્યું છે.અને ક્યાં ક્યાં કામો ચાલે છે.અને કામમાં ગતિ આવે તેની ચિંતા શરુ કરી દીધી છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં ગત બોડી દ્વારા ભૂગર્ભ ગટરનું કામ શરુ કર્યું હતું જે હજુ સુધી પૂરું થયું નથી જે કામ જૂની બોડીએ કરેલા ખાડા હવે નવી બોડી બુરવા મેદાનમાં ઉત્તરી છે. ત્યારે સ્થાનિક લોકોને નવા જન પ્રતિનિધિ પાસે ખુબ આશા અપેક્ષા છે. અને વિકસિત શહેર તરીકે જોવા માંગે છે. ત્યારે ભાજપના નવનિયુક્ત સભ્યો જે ગત પાંચ વર્ષમાં કરેલ ભૂલો સુધારીને દોડતા થયા છે.વોર્ડની શેરીઓ અને ગલીઓમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે.બીજી તરફ બજેટ પણ રજુ કરવાનું છે. તે પણ નવનિયુક્ત ચૂંટાયેલ પ્રતિનિધિ સામે પડકાર છે. તેની સાથે શહેરની છાપ ખાડાગઢ તરીકે જે પડી છે.તેને સુધારવામાં પણ ઝડપભેર ગતિ લાવવી પડશે.
શહેરમાં હજુ અનેક સમસ્યા મોં ફાડીને ઉભી છે
જૂનાગઢ શહેરીજનોએ ભાજપ પર આત્મવિશ્વાસ મૂકીને ફરી એકવાર ભાજપને 48 બેઠકો આપીને પુરી બહુમતી સાથે શાસન સોંપ્યું છે. ત્યારે વર્ષોથી લટકી પડેલા કામો કરવાની નવનિયુક્ત બોડી મળી છે.જેમાં મુખ્ય જોઈએ તો શહેરને ફાટક મુક્ત કરવાનું કામ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે ખાસ રજૂઆત અને મુલાકાત કરીને જોર લગાવવું પડશે તે મોટી સમસ્યા ઉભી છે.હાલ તો જોશીપુરા રેલવે ફાટકનો ઓવરબ્રિજ મંજુર થઇ ગયો છે પણ ક્યારે બનશે તે તો આગામી સમય બતાવશે. બીજું નિયમિત નર્મદાનું પાણી અને ત્રીજું વર્ષોથી વિલિગ્ડન ડેમનું બજેટ બોર્ડમાં મુકવામાં આવે છે પણ હજુ સુધી એક કાંકરી પણ મુકાઈ નથી ડેમ જવાનો રસ્તો પોહળો કરવાની પણ એટલીજ જરૂડી છે. તેની શહેરના મુખ્ય માર્ગો પર સિટીબસ ક્યારે દોડતી થશે અને શહેરીજનો મુખ્ય રસ્તા કંઈક અંશે ઠીક છે પણ જે નાના વિસ્તારો અને સોસાયટી વિસ્તારોમાં હજુ સારા રોડની જરૂરિયાત છે.આવા તો અનેક કામો છે.તે થશે કે કેમ તેવા સવાલો નાગરિકોના મનમાં થાય છે.



