અલગ અલગ વોર્ડમાં જનહિત યોજના લાભ દરેક ઘર સુધી પોહાચાડવાનો સંકલ્પ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિત યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તેના ભાગરૂપે શહેરના અલગ અલગ વોર્ડમાં રોજ બરોજ વિકસિત ભારત સંકલ્પ અભિયાન યાત્રા નીકળી છે જેમાં લોકોનો બોહળો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ, ઉજ્જવલા, પીએમ વિશ્વકર્મા, પીએમ મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના સહીત વિવિધ જાણ કલ્યાણકારી યોજનાનો લાભ ઘર ઘર સુધી પોહચે તેવા સંકલ્પ સાથે મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશ કોટેચા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહીત પદાધિકારી અને અધિકરી દ્વારા યાત્રામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગ દર્શન સાથે છેવાડાના લોકો સુધી લાભ પોહચે તેવા પ્રયાસ કરી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ
