ગાઝા પટ્ટીમાં શોધી રહી છે ઈઝરાયલની સેના, એક સમયે જેલમાં હતો બંધ
ઈઝરાયેલી અધિકારી મુજબ સિનવર અને ઓસામા બિન લાદેનમાં કોઈ જ તફાવત નથી
- Advertisement -
જેમ અમેરિકા પર 9/11ના હુમલા પાછળ લાદેનનો હાથ હતો એમ ઈઝરાયેલના હવાઈ હુમલાનો આ માસ્ટરમાઈન્ડ છે
હમાસના ચોંકાવનારા હુમલા બાદ હમાસના બીજા નેતા યાહ્યા સિનવરનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. ઇઝરાયેલી અધિકારીઓએ સિનવરને “દુષ્ટતાનો ચહેરો” ગણાવ્યો છે અને તેને અને તેના કાર્યકરોને ગાઝામાંથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર સિનવર અને ઓસામા બિન લાદેન વચ્ચે કોઈ તફાવત નથી. તેમનું કહેવું છે કે જે રીતે અમેરિકા પર 9/11ના હુમલા પાછળ લાદેનનો હાથ હતો તે જ રીતે સિનવર ઈઝરાયેલ પરના હવાઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 1300 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. 1962માં જન્મેલ સિનવર દક્ષિણ ગાઝાના યુનિસ શહેરમાં થયો હતો. આ એરિયા તે સમયે ઇજિપ્તના કંટ્રોલમાં હતો. ઇઝરાયેલી સેનાએ તેને “ખાન યુનિસનો કસાઈ” તરીકે ઓળખાવ્યો છે. અહેવાલો અનુસાર, સિનવરનો પરિવાર સૌપ્રથમ એશકેલોનમાં સ્થાયી થયો હતો, જે હવે દક્ષિણ ઇઝરાયેલમાં છે, પરંતુ ઇઝરાયેલે 1948માં અગાઉ અલ-મજદલ તરીકે ઓળખાતા અશ્ર્કેલોન પર નિયંત્રણ મેળવ્યા બાદ ગાઝામાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સિનવરે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
સિનવર 24 વર્ષ ઈઝરાયલની જેલમાં રહ્યો
સિનવર 24 વર્ષ ઈઝરાયેલની જેલમાં રહ્યો હતો. 1982માં વિનાશક પ્રવૃતિઓ બદલ તેની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછીના વર્ષોમાં, તેણે પેલેસ્ટિનિયન ચળવળમાં ઇઝરાયલી જાસૂસોને લક્ષ્ય બનાવવા માટે એક યુનિટ બનાવવા માટે સાલાહ શેહાદેહ સાથે ગઠબંધન કર્યું હતું. શેહદેહને 2002માં ઇઝરાયલી દળોએ ઠાર માર્યો હતો, જ્યારે તે હમાસની લશ્ર્કરી પાંખનું નેતૃત્વ કરી રહ્યો હતો. 1987માં હમાસની સ્થાપના પછી, સિનવર હમાસમાં પ્રિય બની ગયો. 1988માં, બે ઇઝરાયેલી સૈનિકો અને ચાર પેલેસ્ટિનિયનોની હત્યામાં તેની ભૂમિકા બદલ સિનવરની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
2011ની સાલમાં સિનવર જેલમાંથી મુક્ત થયો
2006 માં, હમાસની લશ્કરી પાંખ, ઇઝ અદ-દિન અલ-કાસમ બ્રિગેડની એક ટીમે ઇઝરાયેલના પ્રદેશમાં પ્રવેશવા માટે એક સુરંગનો ઉપયોગ કર્યો અને લશ્કરની ચોકી પર હુમલો કર્યો. તેઓએ બે ઇઝરાયેલી સૈનિકોને મારી નાંખ્યા, ઘણા ઘાયલ થયા અને એક સૈનિક ગિલાડ શાલિતને પકડી લીધો. શાલિતને પાંચ વર્ષની જેલ થઈ. તેને 2011માં કેદી સ્વેપ ડીલમાં છોડવામાં આવ્યો હતો. શાલિતની મુક્તિ માટે, ઇઝરાયલે 1,027 પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલી આરબ કેદીઓને મુક્ત કર્યા હતા. તેમાંથી એક સિનવર હતો.
લાદેનનો બીજો ચહેરો
ઇઝરાયેલે સિનવર પર હુમલાના માસ્ટરમાઇન્ડિંગનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘યાહ્યા સિનવર દુષ્ટતાનો ચહેરો’ છે. તે ઇઝરાયેલ પર હવાઈ હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ છે, જેમ ઓસામા બિન લાદેન 9/11 માટે હતો.
2017માં મળી ગાઝાની કમાન
સિનવરની મુક્તિ પછીના વર્ષોમાં, સિનવર હમાસના રેન્કમાં, ખાસ કરીને તેની સેનામાં ઉભરી આવ્યો. 2015માં સિનવર અમેરિકાની વોન્ટેડ આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ થયો. સિનવરને આતંકી તરીકે જાહેર કરતા ઞજ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે તે ‘હમાસની સેના ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડના અગ્રદૂતની સ્થાપનામાં તેની ભૂમિકા માટે જાણીતો છે’. 2017માં, સિનવર ગાઝામાં હમાસના વડા તરીકે ચૂંટાયા હતા. હમાસના નેતૃત્વમાં સંગઠનના રાજકીય બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયેહ પછી સિનવર નંબર બે પર છે. તેણે સતત ઇઝરાયેલ સામે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરી છે અને સમાધાનની કોઈપણ ફોર્મ્યુલાની વિરુદ્ધ છે. તે તેના ઉગ્ર ભાષણો માટે જાણીતા છે. અહેવાલો કહે છે કે તે હમાસ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવે છે.