કાર ભડથું થયા બાદ રહી રહીને પાલિકાનું પાણી ટેન્કર આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
માણાવદર – જુનાગઢ હાઇવે પર ગણેશપાર્ક સોસાયટી પાસે જુનાગઢ તરફ જતી કાર અચાનક આગ લાગી હતી. પરંતુ માણાવદર નગરપાલિકાનું ફાયર ફાયટર રીપેરીંગમાં હોઈ તેથી આગ કાબુમાં ન આવતા કાર થોડી જ મિનિટોમાં સંપૂર્ણ ભડથું થઈ ગઈ હતી. કોઈ અગ્નિશામક વાહનો ન હોવાથી આ કાર વધુ સળગતાં કોઈ મોટી નુકસાની થશે તેવું લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં માણાવદર નગરપાલિકાનું ટેન્કર આવતા માંડ માંડ આગ કાબુમાં લીધી હતી.
- Advertisement -
જ્યારે નગરપાલિકાનું ફાયર ફાઈટર ન હોવાથી માણાવદરથી એક કિલોમીટર દૂર જ છતાં આ કારને આગથી બચાવી ન શકાય ત્યારે જો ફાયર ફાઈટર ચાલુ હોત તો આ કારને થોડે અંશે બચાવી શકાય હોત જયારે આ ઘટના બનતા માણાવદર મામલતદાર કે.જે.મારું, નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.આર.ખીચડીયા અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આતો એક કાર સળગી ઉઠી હતી જો કોઈ ગીચ રહેણાંક વિસ્તારમાં વિકરાળ આગ લાગી હોત તો પાલિકા તંત્ર વામણું બની ગયું હોત અને આસપાસ તાલુકા અથવા જૂનાગઢ થી ફાયર વિભાગની મદદ લેવી પડી હોત ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે, તાત્કાલિક ફાયર વિભાગને વધુ મજબૂત કરવામાં આવે તેવી બુલંદ માંગણી ઉઠવા પામી છે.