ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએ: PM નરેન્દ્ર મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. આજે પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. અમારા માટે સત્તામાં બેસવું એ સેવાનો અવસર છે.
- Advertisement -
પોતાની જૂની યાદો વાગોળતા તેમણે કહ્યુ કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતું. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવતો હતો. અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન…અહી આદિવાસીઓ એક લાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે.
- Advertisement -
નવસારી જિલ્લાનાં 3050 કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણના મહત્ત્વના અંશ
ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગૌરવની પળ
આટલી વિશાળ સંખ્યામાં જનમેદીની તો મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ ન હતી
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જોડીએ આ સફળ બનાવ્યું
5 લાખ લોકો એકત્ર થયા એ ગૌરવની વાત છે
મને આવતા વાર લાગી, કેમ કે હું આદિવાસી ભાઈ-બહેનોની વાત સાંભળતો હતો
લાંબા સમય પછી ચીખલી આવ્યો છું
ચૂંટણી આવી એટલે કામ થાય એવું નથી, આ ચુનૌતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઈ કામ ન કર્યું હોય
અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશીર્વાદથી જીતીએ છીએ
ભૂતકાળમાં આ તમારા આદિવાસી વિસ્તારમાં એક મુખ્યપ્રધાન હતા, તેમના વિસ્તારમાં પાણીની ટાંકી ન હતી, તેઓ હેન્ડપંપ લગાવે અને 12 મહિને બગડી જતો હતો, હું મુખ્યમંત્રી તરીકે આવ્યો અને અમે તેમના ગામમાં પાણીની ટાંકી બનાવી
અહીં હું થેલો લગાવીને આવતો, મને ભૂખ્યા રહેવાની નોબત નહોતી આવી, તમારા પ્રેમ અને આશીર્વાદ મળ્યા, આદિવાસી વિસ્તારમાં કામ કરવાનો મોકો મળ્યો, એનાથી વધુ તેમની પાસેથી શીખવા મળ્યું, તેઓ પર્યાવરણની રક્ષા કરનારો સમાજ છે.
ડાંગે નેચરલ ફાર્મિંગે કમાલ કરી, તેને અભિનંદન આપું છું. મારા સમયે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાઈ હતી, આદિવાસીના દીકરાએ ડોક્ટર બનવા અંગ્રેજી ભણવાની જરૂર નથી