અંદાજિત રૂા. 75 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવતી ટાઉન પ્લાનીંગ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. જે દરમિયાન 10777.00 ચો.મી.ની અંદાજિત રૂા. 75,43,90,000 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ને પૂર્વ ઝોન વિસ્તારમાં પ્રાપ્ત થયેલા વોર્ડ નં. 4માં જુના મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે આવેલ અનામત હેતુના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ- બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 10777.00 ચો.મી.ની અંદાજિત રૂા. 75,43,90,000 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. શહેરના વોર્ડ નં. 4માં ધોળકિયા સ્કૂલ પાસે 2 પાકા મકાન, 2 કાચી ઓરડી, 15 કાચા પાકા ઝુંપડા જેની કુલ કિંમત રૂા. 75,43,90,000 છે. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના પૂર્વ ઝોન હેઠળના તમામ આસિ. ટાઉન પ્લાનર, આસિ. એન્જિનીયર એડી. આસી. એન્જિનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.