જૂનાગઢ મેયરના વોર્ડના લોકોને સમસ્યા મુદ્દે યોગ્ય પ્રત્યુતર ન મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢમાં ગતવર્ષે જુલાઇ માસમાં ભારે પૂર આવ્યુ ત્યારે શહેરના મેયરના વોર્ડમાં આવેલી વાણંદ સોસાયટીમાં અનેક ઘરમાં પાણી ઘુસી ગયાહતા અને સામાન્ય લોકોની ઘરવખરીને નુકશાન થયુ હતુ. ત્યારબાદ સોસાયટીના રહીશોએ અનેકવાર મનપાને રજૂઆત કરી વિસ્તારમાં આવેલા વોકળા પર થયેલી પેશકદમી દૂર કરવા, રસ્તા પર પાણીનો ભરાવો ન થાય એ માટે સફાઇ કરવા, તૂટી ગયેલો પુલ રિપેર કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. પરંતુ મનપાએ કોઇ ઘ્યાન આપ્યુ ન હતુ. લોકસભા ચૂંટણી પૂર્ણ બાદ વિસ્તારના લોકોએ મનપા ખાતે જઇ રજૂઆત કરી હતી. મેયરને ફોન કરી વાત કરતા મેયરે તે સમયે જયા જવુ હોય ત્યા જાવ, કામ નહી થાય એમ કહી દીધુ હતુ.
ગત શનિવારે મનપાનો સ્ટાફ જેસીબી સાથે વોકળાની સફાઇ કરવા ગયો હતો. પરંતુ અમુક અસામાજીક તત્વોએ પથ્થરો મારી જેસીબીના કાચ તોડી નાખ્યા હતા અને સોસાયટીના પ્રમુખની દુકાનમાં પથ્થરો મારી તોડફોડ કી હતી. ત્યાર બાદ કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. ત્યારથી કામ બંધ છે ચોમાસુ હવે નજીકમાં છે ત્યારે ગતવર્ષે જે હોનારત સર્જાઇ હતી તેવી સ્થિતિન થાય એ માટે વિસ્તારના મહિલા અને પુરૂષોએ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યુ હતુ. વિસ્તાના રહીશોએ જણાવ્યુ હતુ કે, વોકળાની સફાઇ માટે કમિશનરને રજૂઆત કરતા તેઓએ અમુક લોકો કામ થવા દેતા નથી અમે કહ્યુ હતુ કમિશનર ના પાડે, મેયર ના પાડે, કલેકટરના પાડે છે તો આ કામકરવાનું કોનામાં આવે છે એવો સવાલ કર્યો હતો.