લોકશાહી પર્વમાં યુવા મતદારોનો અભિપ્રાય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
- Advertisement -
જૂનાગઢ દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ મોટી ભૂમિકા હોઈ છે. તેમાં પણ જયારે ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનું હોઈ ત્યારે યુવાનોમાં કઇક અલગ જ ઉત્સાહ હોઈ છે. તેવો જ ઉત્સાહ ડો. સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોરમેશન ટેક. કોલેજના વિદ્યાર્થી ક્રીશનું કેહવું છે કે તેઓ પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોક શાહીના આ પર્વમાં વધારેમાં વધારે યુવા શક્તિ જોડાઈ દેશને મજબૂત બનાવે અને પોતાના સ્વપની સરકારના ગઠનમાં સહભાગી બને.
આ તકે ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જૂનાગઢ, કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે, ભારતના નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી ફરજ છે. તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીયે, વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પણ કાર્ડ હશે તો પણ મતદાન થઇ શકે તેવું જણાવ્યું હતું. અને મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઈલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાને આઈ.ડી. કાર્ડ આપવામાં આવે છે. જો કોઈ કારણસર આપની પાસે વોટર કાર્ડ નો હોઈ તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો, અથવા બીજા માન્ય ઓળખ પત્રથી પણ મતદાન કરી શકો છો.