ખાસ-ખબર સંવાદદાતા
વિઠ્ઠલપુર ગામે ગામો ગામ રખડતા ભટકતા અને બળદ2 વેચવાનો ધંધો કર્તા મજુર રામભાઈ ચૌહાણના પુત્ર દુલાને હોઠ અને તાળવું તૂટલુ હતું જેથી ખુબ મોટી તકલીફ પડતી હતી અને આ લોકો પાસે કોઈજ કાગળો પણના હોય જેથી વિઠ્ઠલપુર ગામના પૂર્વ સરપંચ પ્રતાપભાઈ મહિડા એ તમામ વ્યવસ્થા કરીને મિત્રોના સાથ સહકારથી રાજકોટ ખાતે સફળ ઓપરેશન કરાવ્યું હતું આવા ઘણા બાળકો હોય છે જે સારવારના અભાવે પીડાતા હોય છે પણ ઘણા માનવતા વાદી પ્રતાપભાઈ જેવા લોકો હોય છે જેથી કોઈ માનવીય સેવા મળી રહે છે. આ પહેલા પણ સરપંચ દ્વારા ઘણા લોકોને ઓપરેશન કરાવી સેવા પ્રધાન કરી છે. આ દુલાભાઇના ઓપરેશનથી તેમનો પરિવારમાં એક અનેરી ખુશી જોવા મળી હતી.