જૂનાગઢ શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન ભવનાથ ખાતે અસ્થાયી વિસર્જન કુંડ બનાવાયો છે ત્યાં મૂર્તિઓનું વિસર્જન પણ કરાઇ રહ્યુ છે. પ્રથમ દિવસ શનિવારે 1 મૂર્તિનું વિસર્જન કરાયુ હતુ. બીજા દિવસે રવિવારે 60 મૂર્તિનું, ત્રિજા દિવસે 219 અને ચોથાદિવસ મંગળવારે વધુ 13 મૂર્તિનું વિસર્જન કરાયુ છે. આમ ચાર દિવસમાં કુલ 293 ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયુ છે. હવે ખાસ કરીને પાંચમાં દિવસ અને સાતમા દિવસે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિનું વિસર્જન માટે આવશે તેમલાગી રહ્યુ હોવાનું મનપાના પર્યાવરણ ઇજનેર રાજેશ ત્રિવદીએ જણાવ્યુ છે.