જૂનાગઢ કૃષિ યુનિ.ના 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યપાલ અને ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 18માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત ઉદબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ડો. કલ્પિત ડી. શાહ અને શ્રી ડો. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં ’શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન ઉંઅઞ શ સશિતવશ જફક્ષવશફિં લોન્ચ કરવામાં આવી હતી. ડો. વી.ડી.તારપરા, ડો. બી. સ્વામીનાથન અને ડો. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક ઘબષયભશિંદય અલશિભીહિીંફિહ ઊભજ્ઞક્ષજ્ઞળશભત નું તેમજ અન્ય એક પુસ્તક ‘કપાસમાં અસરકારક પાક સંરક્ષણ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી અને એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 578 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર 17 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ 61 ગોલ્ડ મેડલ તથા એક રોકડ ઈનામ આપવામાં
આવ્યા હતા.