ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસને ખૂબ જ યાદગાર બનાવી લીધો છે. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેમણે સચિન તેંડુલકર વિશે હૃદય સ્પર્શી વાત કરી
ક્રિકેટના ભગવાનઅને પોતાના ગુરુ સચિન તેંડુલકરના પગલે ચાલતા વિરાટ કોહલીએ પોતાના વિશ્વ રેકોર્ડમાં બરાબરી કરી લીધી છે. કહેવત છે કે શિષ્ય ગમે તેટલી સફળતા મેળવે લે પરંતુ ગુરૂ હંમેશા ગુરૂ જ રહે છે. દક્ષિણ આફ્રિકા સામે પ્લેયર ઓફ ધ મેચ જીત્યા બાદ કિંગ કોહલીએ કંઈક આવું જ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ICC વન વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતએ 243 રનથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીનું બેટ દમદાર રીતે ચાલ્યું હતું. તેના જન્મદિવસ પર તેણે 101 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
- Advertisement -
History created 💯👑#CWC23 pic.twitter.com/6GfSKtFOUa
— ICC (@ICC) November 5, 2023
- Advertisement -
વર્લ્ડ રેકોર્ડની બરાબરી
આ મેચમાં સદી ફટકારીને તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 49મી ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે . મેચ બાદ વિરાટ કોહલીને તોફાની ઈનિંગ્સ રમવાને લઈ ઈનામ પણ આપવામાં આવ્યું હતું. કિંગ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે સચિન તેંડુલકર વિશે હૃદય સ્પર્શી વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પોતાનો જન્મદિવસને ખૂબ જ યાદગાર બનાવી દીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેણે સચિન તેંડુલકર વિશે ખાસ વાત કરી હતી.
‘તેઓ હંમેશા મારા માટે હીરો રહેશે’
વિરાટએ કહ્યું કે, તેઓ હંમેશા મારા માટે હીરો રહેશે. તેમના રેકોર્ડની બરાબરી કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તે બેટિંગમાં એકદમ પરફેક્ટ રહ્યા છે. હું તેમને બાળપણથી ટીવી પર જોતો આવ્યો છું અને તેમની પાસેથી આ પ્રશંસા મેળવવી એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તેમની જેમ ક્યારેય રમી શકીશ નહીં.
From one Master to another 🤝#CWC23 pic.twitter.com/9vyhgR7tvN
— ICC (@ICC) November 5, 2023
વિરાટ શાનદાર રીતે રમ્યો: સચિન
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની સદી બાદ તરત જ સચિન તેંડુલકરે એક્સમાં લખ્યું હતું કે, વિરાટ શાનદાર રીતે રમ્યો. મને 49થી 50 વર્ષનો થવામાં 365 દિવસ લાગે છે. હું આશા રાખું છું કે તમે જલદી 49થી 50 સુધી પહોંચી જશો અને આગામી થોડા દિવસોમાં મારો રેકોર્ડ તોડી નાખશો. અભિનંદન. કિંગ કોહલીને પૂછવામાં આવ્યું કે સચિનના મેસેજ પછી તમને કેવું લાગ્યું તો કિંગ કોહલીએ કહ્યું કે આ મેસેજ ખૂબ જ ખાસ છે. અત્યાર માટે આ ઘણું બધુ વધારે છે.
Well played Virat.
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk
— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
‘ચાહકોનો પણ સાથ રહ્યો’
વિરાટે એમ પણ કહ્યું કે આ મેચને ખાસ બનાવવામાં ચાહકોનો પણ સાથ રહ્યો હતો લોકોએ મારા જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવ્યો છે. મારે રેકોર્ડ નહીં પણ રન બનાવવા છે. મને ક્રિકેટ રમવામાં ગમે આનંદ આવે છે. હું ખુશ છું કે હવે હું આટલા વર્ષોથી જે કરી રહ્યો છું તે ફરીથી કરવા સક્ષમ છું.