મંદિરના મહંત વિવેકસાગર સ્વામીની અધ્યક્ષતામાં આયોજન, રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાના સાનિધ્યમાં મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામીની અધ્યક્ષતામાં, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂ.રાધારમણ દાસજી સ્વામિની પાવન ઉપસ્થિતિમાં તથા કોઠારી પૂ.મુનિવત્સલ સ્વામીની આગેવાનીમાં તેમજ પૂ.ભક્તવત્સલ સ્વામી, પૂ.આત્મજીવન સ્વામી સહિતના સંતો અને દાદાના ભક્તોની ઉપસ્થિતિમાં સંગીતમય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી. સાથે દર શનિવારની જેમ આ શનિવારે પણ મહાપ્રતાપી બાલાજી દાદાને રંગબેરંગી પુષ્પોના પણ દિવ્ય શણગાર કરાયા છે જેના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તો ભાવ વિભોર થયા હતા. આજે સાંજે સાડા છ કલાકે બાલાજી દાદાની રાજોપચાર પદ્ધતિથી થતી આરતીમાં હજારો ભાવિકો જોડાશે અને દાદાની આરતીનો અલભ્ય લાભ લેશે તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.