આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં એટીએમના પીન જનરેટ કરતી વખતે અથવા રૂપિયા ઉપાડતા સમયે લોકોને ટાર્ગેટ બનાવી અને લોકો સાથે વિશ્ર્વાસ ઘાત કરી અને ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી અને બદલેલા એટીએમમાંથી લોકોના નાંણાની ઉઠાંતરી કરતી આંતરરાજય ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં વેરાવળ સીટી પોલીસને સફળતા મળી છે. વેરાવળ પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત તા.24-2ના 80 ફુટ રોડ પર આવેલ એસબીઆઇ બેંકના એટીએમ ખાતે એક મહિલા એટીએમના પીન જનરેટ કરવા ગયેલ ત્યારે અજાણ્યા આરોપીએ પોતાને વિશ્ર્વાસમાં લઇ અને મહિલાના એટીએમના પીન જનરેટ કરાવી આપેલ અને એટીએમ મારફતે જુદા-જુદા ટ્રાન્જેકસન કરી કુલ રૂા.23500 ઉપાડી લઇ છેતરપીંડી કર્યાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. જે બાબતે સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ પીઆઇ એએમ મકવાણા તથા સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી નેત્રમ શાખાના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા એટીએમમાં ફ્રોડ કરનાર ત્રણ આરોપીને વેરાવળના ડાભોર રોડ રેલ્વે ફાટક પાસેથી અન્કીત કુમાર કિરણપાલસિંહ ચૌધરી, સાગર ઉર્ફે અંકુર સતપાલ ચૌધરી, જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ હરિચંદ્ર જાટબ ત્રણેય રહે.જિ.ગૌતમ બુઘ્ધનગર ઉત્તરપ્રદેશવાળાને ઝડપી લેવામાં આવેલ તેની પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ, પીઓએસ મશીન, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતનો રૂા.85 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.