ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ બોર્ડની પરીક્ષા સમયે ઘણા વિદ્યાર્થીઓ ડીપ્રેશન અને ટેન્શનમાં આવી જતા હોય છે જેના કારણે પરીક્ષા સમયે સારી રીતે પેપર ભરી શકતા નથી ત્યારે બોર્ડની પરીક્ષાના હાવને ભગાવો અને હસતા મોઢે પરીક્ષાને આવકારોના સુત્ર સાથે રવિવારે વેરાવળ લોહાણા મહાજન વાડી ખાતે વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાજન સમાજ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રુપારેલીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ દ્વારા પરીક્ષા પે ચર્ચા નામથી વિદ્યાર્થીલક્ષી નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. સેમિનારના અંતે ચારેય નિષ્ણાંત ફેકલ્ટીઓને સમાજના પ્રમુખ વિક્રમ ભાઈ તન્ના સહિતના મહાનુભાવોના હસ્તે અભિવાદીત કરાયા હતા.
વેરાવળ લોહાણા સમાજ દ્વારા પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો
