ડેપ્યુટેશન પર ડોકટરો બોલાવી ગાડું ગબડવાઇ રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે તૈયાર કરીને અહીં આવતા દર્દીને વધુમાં વધુ સારી સારવાર અને ખાનગી હોસ્પિટલમાં જવું ન પડે તેના માટે અઘતન મેડિકલ સાધનો વસાવામાં આવ્યા ત્યારે સિવિલમાં રેડિયોલોજીસની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે ત્યારે દર્દીઓ પરેશાન થાય છે.હાલ તો રેડીઓલોજીસ ડોક્ટર બહારથી બોલાવી ગાડુ ગાબડાય રહ્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગીર સોમનાથ જિલ્લા તેમજ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી ઉપલેટા જેવા તાલુકામાંથી દૂર દૂરથી દર્દીઓ આવેછે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રેડિઓલોજીસ ડોક્ટરની ખાલી જગ્યા સાથે અનેકવાર ડોક્ટરની અછતના કારણે આંદોલન થઇ ચુક્યા છે બીજી તરફ ઘણી વાર દવાનો પૂરતો જથ્થો ન હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે દર્દી ઓને પુરી સવલત મળે તે માટે ખાલી પડેલ ડોક્ટરની જગ્યા તુરંત ભરવાની માંગ ઉઠી છે.