ખાસ ખબર સંવાદદાતા
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, વેરાવળથી 08.01.2024ના રોજ દોડતી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન બોટાદ-સુરેન્દ્રનગર ગેટ -વિરમગામ-અમદાવાદ થઈને દોડશે.આ કારણોસર આ ટ્રેન ધંધુકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે નહીં. તેના બદલે, ડાયવર્ટ કરાયેલા રૂટ પર સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર 2 મિનિટનો હોલ્ટ આપવામાં આવશે.
8 જાન્યુ.ની વેરાવળ-બનારસ સાપ્તાહિક ટ્રેન બોટાદ, વિરમગામ, અમદાવાદ થઇને જશે
