વડોદરાના હરણી તળાવ દૂર્ઘટના મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર તેમજ સ્કૂલના પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે
- Advertisement -
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા બની છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા છે. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો.
પોલીસ કાર્યવાહી
ઘટનાને પગલે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતાપિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું. બીજી બાજુ રેસ્ક્યૂ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઇ ગયા હતા. તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારી અને સેફ્ટી નિયમોની ઐસીતૈસી કરાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
- Advertisement -
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે.
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
બીનીત કોટીયા
હિતેષ કોટીયા
ગોપાલદાસ શાહ
વત્સલ શાહ
દિપેન શાહ
ધર્મીલ શાહ
રશ્મિકાંત સી. પ્રજાપતિ
જતીનકુમાર હરીલાલ દોશી
નેહા ડી.દોશી
તેજલ આશિષકુમાર દોશી
ભીમસિંગ કુડિયારામ યાદવ
વૈદપ્રકાશ યાદવ
ધર્મીન ભટાણી
નુતનબેન પી.શાહ
વૈશાખીબેન પી.શાહ
શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન
અંકિત, બોટ ઓપરેટર