મનસુખભાઈ માંડવિયાને કંપનીની પ્રોડકટ, મલ્ચિંગ ફિલ્મ સહિતની પ્રોડક્ટની વિસ્તૃત માહિતી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
પોરબંદર મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રમાં શ્રમ-રોજગાર યુવા અને રમત ગમતના કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જુનાગઢ ખાતે આવેલ પાર્થ પોલી વુવેન પ્રા.લી.ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે પાર્થ પોલીસ વુવેનના મેનેજર બાદલ બાબરીયાએ કંપની વિશે માહિતી આપીને સાંસદ મનસુખભાઈ માંડવીયાને કંપનીની પ્રોડકટ, મલ્ચીંગ ફિલ્મ સહીતની પ્રોડકટની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે કંપનીના એમડી વી.ડી. પટેલ, ડાયરેકટર ભરતભાઈ સીરોયા, મેનેજર બાદલ બાબરીયા, ઉત્કર્ષ સીરોયા સહીતના લોકોએ સાંસદ મનદુખભાઈ માંડવીયાને મોમેન્ટો આપી સન્માનીત કરેલ હતા.