ભાજપનાં સંગઠનનાં કાર્યકરો,હોદેદારો સાથે ચર્ચા કરી
કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીનું સંગઠનના અગ્રણીઓ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. માણાવદર અને વંથલી ખાતે કેન્દ્રીય મંત્રીએ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ સરકારની યોજનાકીય સિદ્ધિઓ જણાવી સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા,પ્રદીપભાઈ ખીમાણી,કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ખટારીયા, સંજયભાઈ કોરડીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા માણાવદર તાલુકાનાં પ્રવાસે
