ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારના રાજ્ય નાણાં મંત્રીશ્રી ડો. ભાગવત કરાડે સમાજસેવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના વતની હીરાબાઈ લોબીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જાંબુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી હીરાબાઈ લોબીનું સન્માન કર્યુ હતું. આ તકે, મંત્રીશ્રીએ અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી હીરાબાઈની સમાજલક્ષી કાર્યશૈલીને બીરદાવી કહ્યું હતું કે, હું ગર્વ અનુભવી રહ્યો છું કે ગ્રામીણક્ષેત્રની એક મહિલાએ પોતાની આખી જિંદગી આદિવાસી અને છેવાડાના સમુદાય માટે અર્પણ કરી. દેશમાં વિકાસની ધૂરા સંભાળનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમની મહેનતની યોગ્ય કદર કરી છે. ગ્રામ્ય મહિલાઓનું જીવનધોરણ કેમ ઊંચુ આવે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં રહીને ઉત્તમકક્ષાનું કામ કરવું એ મહત્વપૂર્ણ છે. હીરાબાઇને પદ્મશ્રી સન્માન એ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવતભાઈ કરાડે પદ્મશ્રી હીરાબાઈ લોબીનું કર્યુ સન્માન
