સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા કરી
ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રાજ્ય કક્ષાના રેલ અને ટેકસટાઇલ મંત્રી શ્રીમતી દર્શના બેન ઝરદોશ સહપરિવાર પધાર્યા હતા.
મધ્યાહન સમયે મંત્રીશ્રીએ શ્રી સોમનાથ મહાદેવને શીશ નમાવી મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી.
મંત્રીશ્રી, દર્શનાબેન ઝરદોશને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા સ્મૃતિ ચિત્ર આપી મંત્રીશ્રી દર્શના બેન જરદોશનું સ્વાગત અભિવાદન કરવવામાં આવ્યું હતું.સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ “સોમનાથ થી અયોધ્યા: શ્રી રામ નામ લેખન મહાયજ્ઞ”માં ટ્રસ્ટના રામ મંદિર ખાતે મંત્રી શ્રી દર્શનાબેન ઝરદોશ જોડાયા હતા. તેમજ તેઓએ હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સૂર્યદેવને અંજલિ અર્પણ કરી ધન્યતા વ્યક્ત કરી હતી.