LCBએ ઝડપી લઇ અમદાવાદ જેલ હવાલે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબી પોલીસે કેશોદના પ્રોહિબીશન બુટલેગરની પાસામાં અટકાયત કરી સેન્ટ્રલ જેલ અમદાવાદમાં ધકેલી દીધો છે.
- Advertisement -
આ અંગે મળતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રોહિબીશન બુટલેગરો સામે પાસ,તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા,એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના અપાઇ હતી.
દરમિયાન કેશોદના પ્રોહિબીશન બુટલેગર કાસમ રફિકભાઇ હિંગોરજા સામે અનેક ગુના નોંધાયા હોય મેંદરડા પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. બાદમાં પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર રચિત રાજને દરખાસ્ત રજૂ કરતા તેમણે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું દરમિયાન એલસીબી પીઆઇ જે.એચ. સિંધવના માર્ગદર્શનમાં પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાસાનો આરોપી કાસમ હિંગોરજા કેશોદ હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ પાસા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલી દેવાયો છે.