માંગરોળના મદ્રેસાના મૌલાના અને ટ્રસ્ટીનું ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બંને આરોપીની ધરપકડ કરી
- Advertisement -
જૂનાગઢના નરાધમે સગીરા અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લમાં બે જધન્ય ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં માંગરોળની એક મદ્રેસાના મૌલાના અને ટ્રસ્ટી દ્વારા ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા બંનેની પોલીસે ધરપકડ કરવામાં આવી જયારે અન્ય એક ઘટનામાં એકજ વ્યક્તિએ સગીરા અને યુવતી સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરતા બી.ડીવીઝન અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોસકો સહીત કલમ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. માંગરોળમાં આવેલ કાશીકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટ મદ્રેસાના મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરાએ સંસ્થના ત્રણ તરુણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાની ફરિયાદ નોંધાતા માંગરોળ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને મૌલાના અને ટ્રસ્ટી સામે ફિટકાર વર્ષી રહી છે જયારે જધન્ય ઘટનાની બાબતે જૂનાગઢ એસપી હર્ષદ મેહતા માંગરોળ દોડી ગયા હતા અને પોલીસે મદ્રેસાના મૌલાના અને ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ માંથી વિગત મુજબ વેરાવળ રોડ પર આવેલ મદ્રેસા સંલગ્ન ઈંગ્લીશ મીડીયમ એબીએસસી સ્કૂલ પણ આવેલી છે અને મૌલાના અને ટ્રસ્ટી દ્વારા બાળકોને છેલ્લા છ માસથી ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને હજુ કોઈ વધુ બાળકો ભોગ બન્યા છે કે નહિ તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.
જ્યારે અન્ય એક જધન્ય ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે જેમાં પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરનાં દાતાર રોડ વિસ્તારમાં રહેતો સાહીલ લતીફ મુલ્તાની નામના શખ્સે એક સગીરા અને એક યુવતિ સાથે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યાની બીડીવીઝન અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. જેમાં જૂનાગઢની 17 વર્ષીય સગીરાનું શહેરની ખાનગી સ્કૂલ પાસેથી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયો હતો. અને બાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જેની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઇ હતી. જયારે પોલીસે સાહીલ લતીફ મુલ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે આજ શખ્સે એક 23 વર્ષીય યુવતી સાથે પણ વિલીંગ્ડન ડેમ પાસેના જંગલોમાં દુષ્કર્મ આચર્યાનું સામે આવતા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે એક જ વ્યક્તિએ સગીરા અને યુવતિ સાથે દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી જવા
પમી છે.