અમેરિકાના મિશગન રાજ્યમાં બે દોસ્તો સાડીના વેશમાં મિત્રના લગ્નમા હાજરી આપવા માટે આવ્યાં હતા.
લગ્નમાં સૌથી વધારે આનંદ તો દુલ્હાના દોસ્તોને આવતો હોય છે અને તેઓ પણ આ ખુશીના પ્રસંગની દરેક ક્ષણને માણી લેતા હોય છે અને છવાઈ જતા હોય છે. અમેરિકાના મિશનગ રાજ્યના એક શહેરના બે દોસ્તો તેના મિત્રના લગ્નને ખૂબસુરત અને યાદગાર બનાવી દીધો.
- Advertisement -
WATCH: Two men in US don sarees for their friend's wedding
Read @ANI Story | https://t.co/XnbHi6E2zj#Saree #wedding #US pic.twitter.com/5fSvAWCslW
— ANI Digital (@ani_digital) November 15, 2022
- Advertisement -
સાડી અને માથે બિંદી લગાવીને પહોંચ્યાં બે મિત્રો
ખરેખર વાત એવી છે કે બે યુવકોએ મિત્રના લગ્નમાં જવા માટે કંઇક અલગ કરવાનું વિચાર્યું અને તેમણે સાડી પહેરી હતી. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક મહિલા તે છોકરાઓને સાડી પહેરવામાં મદદ કરે છે. સુંદર અને તેજસ્વી સાડી પહેર્યા બાદ બંને મિત્રના લગ્નમાં જવા તૈયાર થયા હતા. તેણે કપાળ પર બિંદી પણ લગાવી હતી. આ પછી, તેણે આ નવા લુકમાં એક મિત્ર પાસે જવા માટે હા પાડી. શિકાગોના મિશિગન એવન્યુ પર ચાલતા ચાલતાં ચાલતાં તે પોતાના મિત્ર પાસે પહોંચ્યા હતા.
View this post on Instagram
દુલ્હા અને દુલ્હન હસી-હસીને લોટપોટ
જિગરી મિત્રોને સાડીમાં આવેલા જોઈને દુલ્હા અને દુલ્હન તો ઘડીવાર તાકતા રહી ગયા હતા અને પછી તો હસી હસીને ગોટે વળી ગયા હતા. દુલ્હા અને દુલ્હનને પણ તેમનો આ અલગ અંદાજ ખૂબ પસંદ આવ્યો હોવાનું લાગતું હતું. દુલ્હાએ બન્ને મિત્રોનો ખૂબ સત્કાર કર્યો હતો.
4 લાખથી વધુ વખત જોવામાં વીડિયો
સાડી પહેરેલા છોકરાઓનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પેરાગોનફિલ્મ્સ નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 39 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.