By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    17 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    19 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    17 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    19 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    2 days ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    2 days ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    18 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુંબઈમાં આજથી ‘ઈન્ડિયા’ની બે દિવસીય બેઠક યોજાશે: લોગોથી લઇને સંયોજક સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મુંબઈમાં આજથી ‘ઈન્ડિયા’ની બે દિવસીય બેઠક યોજાશે: લોગોથી લઇને સંયોજક સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
ખાસ-ખબરરાષ્ટ્રીય

મુંબઈમાં આજથી ‘ઈન્ડિયા’ની બે દિવસીય બેઠક યોજાશે: લોગોથી લઇને સંયોજક સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

Khaskhabar Editor
Last updated: 2023/08/31 at 10:26 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પડકારવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની બે દિવસીય બેઠક આજથી મુંબઈમાં યોજાશે. આમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) ગઠબંધનના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત સંકલન સમિતિની રચના થવાની અપેક્ષા છે. આ બે દિવસીય બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે શીટ શેરિંગ ફોર્મ્યુલા પર ઉંડાણપૂર્વક ચર્ચા થશે, સાથે જ એક સંકલન સમિતિ અને ગઠબંધનના ‘લોગો’ની જાહેરાત થવાની પણ શક્યતા છે. વિપક્ષી નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો સામનો કરવા માટે સંયુક્ત પ્રચાર રણનીતિ તથા તેમના સભ્યો વચ્ચેના મતભેદોને ઉકેલવા પર ચર્ચા કરશે.

સંયોજકના નામ પર લાગી શકે છે મહોર
‘ઈન્ડિયા’ નામ પર ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ હવે વિપક્ષી ગઠબંધને થીમ સોન્ગમાં બંધારણનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈની બેઠક પહેલા ગઠબંધને સ્પષ્ટ કર્યું હતું કે શિરોમણી અકાલી દળને સામેલ કરવામાં આવશે નહીં. કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો ઈન્ડિયા ગઠબંધનના ચેયરપર્સન પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવિત થઈ શકે છે. સોનિયા ગાંધી આ પદ માટે પહેલાથી જ ના પાડી ચૂક્યા છે. જો એક જ સંયોજક રાખવા પર સહમતિ થાય તો નીતિશ કુમાર અને મમતા વચ્ચે સ્પર્ધા છે.

- Advertisement -

કેટલાક નેતાઓએ આપ્યો છે ચાર સંયોજકોનો પ્રસ્તાવ
ચાર સંયોજકોનો પ્રસ્તાવ પણ કેટલાક નેતાઓ દ્વારા આપવામાં આવ્યો છે, જેના પર આજે બેઠકમાં ચર્ચા થશે. સંયોજકનો મુદ્દો કોંગ્રેસે સંપૂર્ણપણે સાથી પક્ષોની સર્વસંમતિ પર છોડી દીધો છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ઈન્ડિયા ગઠબંધન માટે જે થીમ સોન્ગ બનાવવામાં આવ્યું હતું, તેને હાલ માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. હવે અલગ-અલગ ભાષાઓમાં નવું થીમ સોન્ગ બનાવવામાં આવશે. આમાં બંધારણની પ્રસ્તાવના ‘We The People’ એટલે કે ‘અમે ભારતના લોકો’નો ઉપયોગ કરવાની ચર્ચા છે. ગઠબંધનના લોગોમાં ભારતના નકશાને રાખવા પર સર્વસંમતિ બનાવવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા સેલ પણ બનાવાશે
ઈન્ડિયા ગઠબંધન આ નારાઓ પર લગભગ સંમત છે, મોંઘવારીને હરાવવા માટે- ઈન્ડિયા, બેરોજગારી નાબૂદ કરવા માટે- ઈન્ડિયા, નફરતની આગ બુઝાવવા માટે- ઈન્ડિયા. મુંબઈની બેઠકમાં 11 સભ્યોની સંકલન સમિતિની રચનાને લઈને ચર્ચા પ્રસ્તાવિત છે, જે ગઠબંધનની ભવિષ્યની ભૂમિકા નક્કી કરશે. એક કોમન મિનિમમ પ્રોગ્રામ પણ બનાવવામાં આવશે, જેના પર ગઠબંધનના તમામ સહયોગી દળ અને તેમના નેતાઓ એક સ્ટેન્ડમાં વાત કરશે. ‘ઈન્ડિયા’નો મીડિયા અને સોશિયલ મીડિયા સેલ પણ બનશે.

બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે
વિપક્ષી એકતાની બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે. બેઠકમાં મહાગઠબંધનના નેતા, સંયોજક અને સંકલન સમિતિ ઉપરાંત ‘એક સીટ એક ઉમેદવાર’ની ફોર્મ્યુલા હેઠળ પસંદ કરાયેલી 450 બેઠકો પર ચર્ચા થઈ શકે છે. ગઠબંધનના નેતા પદની રેસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સૌથી આગળ હોવાનું કહેવાય છે.

- Advertisement -

You Might Also Like

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

TAGGED: coordinator, india, logo, meeting, mumbai, OPPOSITIONPARTIES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિવાદિત નકશા પર ચીનનો બચાવ: વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું ‘વધારે પડતું સમજવાનું ટાળો’
Next Article આકાશમાં અદભૂત ખગોળીય ઘટના: દેખાયો ‘સુપર બ્લ્યુ મૂન’, જુઓ વીડિયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?