છરીની અણીએ કપડા વિનાનાં ફોટા પાડી બળજબરી કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં એક શખ્સે સગર્ભાનાં છરીની અણીએ કપડા ઉતરાવી તેનાં ફોટો પાડી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને સગર્ભા ઉપર બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતી 22 વર્ષીય પરિણીતા સગર્ભા હોય મધુરમ બાયપાસ પર રહેતો મીત સોંદરવાએ તેને છરી બતાવી જબરજસ્તી તેનાં કપડા ઉતારી ફોટા પાડી લીધા હતાં અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારનાં પતિ જેલમાં હોય તેમને જેલમાંથી નહી છુટવાની ધમકી પણ આપી હતી. બાદ સગર્ભાની મરજી વિરુદ્ધ આ શખ્સે બે વખત દુષ્કર્મ આચર્યુ હતું અને કોઇને કહી તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
આ અંગે પરિણીતાએ સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.
કેશોદની મહિલા પર જૂનાગઢમાં દુષ્કર્મ
- Advertisement -
કેશોદની મહિલાને લગ્નની લાલચ આપી વેરાવળનાં વસીમ ઓસમાણ મેમણ નામનાં શખ્સે જૂનાગઢ બાયપાસ ઉપર ખુલ્લા પ્લોટમાં અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે કેશોદની મહિલાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.