ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેટલાક યાત્રિકો વહેલી પરિક્રમા શરૂ કરી દે છે ત્યારે કલેકટરની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં વહેલી પરિક્રમા કરવી હિતાવવા નથી તે બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવ બનેલ હોય નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને બહુ વહેલાસર પરિક્રમા કરવા ન આવવા જણાવ્યું હતું.
પરિક્રમાર્થીઓએ વહેલી પરિક્રમા કરવી નહીં: વન્ય પ્રાણીઓના હુમલાનું જોખમ રહેલું છે
