જબલપુરમાં ટ્રેન અકસ્માત, માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જોકે આ ઘટનાને કારણે મુખ્ય લાઇનની અવરજવરને કઈ અસર થઈ નથી
જબલપુરમાં ગઈકાલે રાત્રે રેલવેની માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનાને કારણે મુખ્ય લાઇનની અવરજવરને કઈ અસર થઈ નથી. જેને લઈ હવે મુખ્ય લાઇન પર ટ્રેનની અવરજવર સામાન્ય છે. મહત્વનું છે કે, આ પહેલા ગઈકાલે સવાર ઝારખંડના બોકારો જિલ્લામાં રેલવે ક્રોસિગ પર રેલ્વે ટ્રેક અને ફાટકની વચ્ચે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. આ સાથે તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં પણ ટ્રેન અકસ્માત સર્જાતાં તેમાં 275 લોકોના મોત થયા હતા.
- Advertisement -
મધ્યપ્રદેશના જબલપુરમાં ગઈકાલે રાત્રે ગેસ ફેક્ટરીની અંદર રેક ખાલી કરવા જતા એલપીજીથી ભરેલી માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આના કારણે મુખ્ય લાઇનની અવરજવરને અસર થઈ નથી. મુખ્ય લાઇન પર ટ્રેનની અવરજવર સામાન્ય છે. આ તરફ પાટા પરથી માલગાડીના ડબ્બા ઉતરી ગયા બાદ મોટી દુર્ઘટના ટળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઝારખંડના પણ મોટી દુર્ઘટના થતાં રહી ગઈ
ઝારખંડના બોકારો જિલ્લામાં મંગળવારે ઓડિશાની ઘટનાની જેમ જ એક મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા રહી ગઈ. અહીં રેલવે ક્રોસિગ પર રેલ્વે ટ્રેક અને ફાટકની વચ્ચે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. તે જ સમયે ત્યાંથી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નંબર 22812) પસાર થઈ રહી હતી. પરંતુ ટ્રેન ચાલકની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી.
जबलपुर में कल रात गैस फैक्ट्री के अंदर रैक को खाली करने जा रही LPG से भरी मालगाड़ी के 2 बोगी पटरी से उतर गए। इससे कोई मुख्य लाइन संचलन प्रभावित नहीं हुआ। मेन लाइन में ट्रेनों की आवाजाही सामान्य है। अधिकारियों की उपस्थिति में सुबह बहाली का काम शुरू हुआ। साइडिंग मालिक द्वारा फिटनेस…
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) June 7, 2023
ટ્રેન ચાલકના કારણે ટળી મોટી દુર્ઘટના
સાઉથ ઈસ્ટર્ન રેલ્વે (આદ્રા ડિવિઝન)ના DRM મનીષ કુમારે મીડિયાને જણાવ્યું કે બોકારો જિલ્લાના ભોજુડીહ રેલ્વે સ્ટેશન નજીક સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ પર રેલ્વે લાઈન અને ફાટક વચ્ચે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. જોકે, ટ્રેનના ચાલકે સાવચેતી દાખવતા બ્રેક લગાવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાન-માલને નુકસાન થયું નથી. ટ્રેક્ટર ફસાઈ ગયા બાદ ટ્રેકટરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ટ્રેક્ટર જપ્ત, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
મનીષ કુમારે જણાવ્યું કે, આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી અને આ કારણે ટ્રેન લગભગ 45 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ટ્રેક્ટરને જપ્ત કરવામાં આવ્યું છે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ગેટ મેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
બાલાસોરમાં 2 જૂને સર્જાઈ હતી ટ્રેન દુર્ઘટના
ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂને થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ આ મામલો સામે આવ્યો છે. બાલાસોરમાં ત્રણ ટ્રેનો અથડાતાં 275 લોકો મૃત્યુ પામ્યા હયા અને 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Shahpura Bhitoni, Jabalpur, Madhya Pradesh | Two wagons of LPG rake of a goods train derailed while being placed for unloading last night. No main line movement of trains affected. Train movement is normal in main line. Restoration work started after sunrise in the presence of…
— ANI (@ANI) June 7, 2023
આસામમાં પણ ટ્રેનના એન્જિનથી અલગ થઈ ગયા હતા ડબ્બા
ગત શનિવારે પણ આસામમાં મોટી દુર્ઘટના ટળી હતી. આસામના કોકકરાઝાર જિલ્લામાં શનિવારે એક ટ્રેનનું એન્જિન અને બે અન્ય ડબા એકાએક છુટા પડી ગયા હતા. જોકે બાકીના 8 ડબા ટ્રેનથી અલગ થઈ ગયા હતા. ટ્રેનનું એન્જિન બે ડબા સાથે લગભગ 600 મીટર સુધી આગળ નીકળી ગયું હતું. જોકે સદભાગ્યે પાછળથી કોઈ ટ્રેન આવતી હોવાને લીધે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.