ખાસ-ખબર સંવાદદાતા
જોર્ડનના અકાબા બંદર પર એક ટેન્કરમાંથી ઝેરી ગેસ લીક થતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે અને 251 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે મોડી રાત્રે અકાબા પોર્ટ પર એક ટેન્કર ક્લોરિન ગેસ લઈ જઈ રહ્યું હતું. ક્રેનની નજીક પહોંચતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. ઘટના બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. અકાબા હેલ્થ ડિપાર્ટમેન્ટના વડા જમાલ ઓબેદિયતે કહ્યું- અમે શહેરના લોકોને આગામી આદેશ સુધી તેમના ઘરમાં રહેવાની અપીલ કરીએ છીએ. જો પ્રોબ્લેમ વધુ હોય તો ઘરના દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ રાખો. અમને લાગે છે કે મૃત્યુઆંક વધશે કારણ કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
જોર્ડનમાં ઝેરી ગેસ લીક થતાં 12નાં મોત, 250ને અસર
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/06/aBAVA-1.jpg)