અંબાજી મંદિર દ્વારા ભોજન અને પોલીસ કંટ્રોલ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ શહેર તેમજ ગીરનાર પર્વત પર ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાયો હતો અને અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા ત્યારે ભારે પવનના લીધે ગીરનાર રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી ત્યારે રોપ-વે બંધ થતા ગીરનાર દર્શન કરવા આવેલ યાત્રિકો અંબાજી ખાતે અટવાયા હતા.
ગીરનાર રોપ-વેની સફર કરીને યાત્રીકો અંબાજી મંદીર પોહચ્યાં હતા ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી અને રોપ-વે બંધ થતા મહિલા, બાળકો અને વૃદ્ધ યાત્રિકોએ ગીરનાર અંબાજી મંદીર ખાતે રોકવાની ફરજ પડી હતી ત્યારે અંબાજી મંદીરના પૂજારી તેમજ સેવકો અને સ્થાનિક સેવાભાવી દુકાનદારો દ્વારા 50 જેટલા યાત્રિકો માટે તુરંત ભોજન વ્યવસ્થા કરી હતી અને રાત્રી રોકાણ માટે પર્વત પર આવેલ પોલીસના વાઇરલેસ કંટ્રોલ રૂમમાં યાત્રિકોને રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.