નાતાલના મિની વેકેશનમાં હરવા ફરવા સ્થળોએ પર્યટકોની ભીડ
સક્કરબાગ ઝૂ, રોપ-વે, સિંહ દર્શન સહિત સ્થળોએ ભીડ: સંઘ પ્રદેશ દીવ બીચ સહિત 31 ડિસેમ્બર સુધી ટ્રાફિક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નાતાલ પર્વ સાથે 31 ડિસેમ્બર સુધી મીની વેકેશન પડતા જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ તેમજ સંઘ પ્રદેશ દીવ ખાતે સાત દિવસ સુધી પ્રવાસીઓની ભીડ જોવા મળશે જેમાં ગિરનાર, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સાથે ગિરનાર રોપ-વે સફર સાથે સાસણ સિંહ દર્શન સાથે સોરઠમાં આવેલ તમામ હરવા ફરવા સ્થળો તેમજ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને મીની વેકેશન પડતાની સાથેજ પરિવાર સાથે લોકો ઉમટી પડયા છે જે 1 જાન્યુઆરી સુધી જોવા મળશે
શનિવાર અને રવિવારની રજા નાતાલ પર્વ નિમિતે ગઈકાલ રવિવારથી ગિરનાર પર્વત પર આવેલ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી અને ફૂલ ગુલાબી ઠંડીમાં ગિરનાર પર્વતના નયનરમ્ય નજારા સાથે અંબાજી મંદિર અને ગુરુ દત્ત શીખર સહીત દેવ સ્થાનોના દર્શન કરવા પ્રવાસીઓ ઉમટી પડયા હતા તેની સાથે શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ ટ્રાફિક જોવા મળ્યો હતો અને લોકો મીની વેકેશનમાં સોરઠ પંથકના હરવા ફરવાના સ્થળો સાથે ધાર્મિક સ્થાનોમાં દેવ દર્શન કરવા ભાવિકો ઉમટી પડયા છે.
સાસણ ગીર સેન્ચુરીમાં મુક્ત મને વિહરતા સિંહ પરિવારના દર્શન માટે 100% ઓનલાઇન બુકીંગ 31 ડિસેમ્બર સુધી ફૂલ થયું છે તેની સાથે દેવળીયા સફારી પાર્કમાં પણ પર્યટકો બોહળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.હોટલ રેસ્ટોરન્ટ સહીત રસ્તા પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.વિશ્વ વિખ્યાત સાસણ ગીર સિંહ દર્શન કરવા અને 31 ફસ્ટની ઉજવણીમાં ભારે ઘસારો હજુ જોવા મળશે તેની સાથે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ખુબ મોટા પ્રમાણમાં ભાવિકો સાત દિવસ સુધી જોવા મળશે અને સોમનાથ આસપાસ સહીતની હોટલો ફૂલ બુકીંગ જોવા મળી રહ્યું છે.
દીવમાં 31 અને ન્યુયર ઉજવણી માટે અનેરો ઉત્સાહ
સંઘ પ્રદેશ દીવ ખાતે 31 ફસ્ટ અને ન્યુયરની પાર્ટી માટે પર્યટકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 1 જાન્યુઆરી 2024 સુધી દિવાની તમામ હોટલ ફૂલ બુકીંગ જોવા મળી રહ્યું છે.દીવ બીચના દરિયા કિનારે અવનવી રાઈડ સાથે પ્રવાસીઓ 31 ફસ્ટની ઉજવણી કરવા પ્રવાસીઓ દીવ તરફ જોવા મળી રહ્યા છે.અને લિકર ના શોખીનો માટે 31 ફસ્ટ અને ન્યુયરના દિવસોમાં ખુબ મોટા પ્રમાણમાં દૂર દૂર થી પર્યટકો દીવમાં ઉજવણી કરે છે.ત્યારે અત્યાર થીજ હોટલ રેસ્ટોરન્ટમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે.