ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
મેંદરડા તાલુકાના શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સમઢીયાળા ગીર સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડામાં ગંગેડી ખાતે કાર્યરત છે. આ સંસ્થામાં 21 જેટલા દિવ્યાંગો આશરો અપાયો છે. આ દિવ્યાંગો એવા છે કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓનું પણ ભાન નથી પાણી ખોરાક સોસ ક્રિયા વગેરે માટે બીજા પર આધાર રાખવો પડે છે
પ્રાકૃતિક અને નયન રમ્ય વાતાવરણમાં આ સંસ્થામાં આ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ સ્વસ્થતાપૂર્વક માવજત કરવામાં આવે છે સંસ્થામાં રમતગમત વ્યાયામ વગેરે દરરોજ કરાવવામાં આવે છે અને 15 દિવસે આ દિવ્યાંગ બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવે છે દર વર્ષે વેરાવળમાં સોમનાથ મહાદેવના મંદિરે આ દિવ્યાંગોને દર્શન કરવા માટે લઈ જવાય છે તાજેતરમાં આ સંસ્થા રહેતા દિવ્યાંગોને સોમનાથ મહાદેવના દર્શન કરવા લઈ જવામાં આવ્યા હતા સોમનાથ ટ્રસ્ટ વતી આ દિવ્યાંગોને સારી એવી સગવડતા કરી દેવામાં આવી હતી દિવ્યાંગોને મંદિર સુધી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને આ દિવ્યાંગ બાળકોને મંદિરમાં જવા માટે લિફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા.આવી રીતે આ દિવ્યાંગ બાળકોને વીઆઈપી દર્શન કરાવ્યા હતા દેવ સ્વરૂપ આ બાળકો આવા વાતાવરણથી ખૂબ જ આહલાદકતા અનુભવતા હતા આ તકે સંસ્થાના સંચાલક કૌશિકભાઇ જોશીએ સોમનાથ ટ્રસ્ટનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના બાળકોને આવો જ પ્રેમ અને હું ફ મળી રહે તેવી હૃદય પૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી.