માણાવદર કોર્ટમાં હાજર નહિ થતા કોર્ટે જંગમ મિલકત જપ્ત કરવા આદેશ
મહાનગર સેવિકાના પતિની જમીન, ફ્લેટ, વાહનો જપ્ત કરાયા
- Advertisement -
ધીરેન કારિયા સામે દારૂના અનેક ગુના નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના ટોપ 20 બુટલેગર અને ભાજપ નગર સેવિકાના પતિ ધીરેન કારીયા સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયા છે ત્યારે માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશનમાં તા.18 સપ્ટેમ્બર 2022માં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો અને ધીરેન કારીયા ફરાર રહેતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ દ્વારા માણાવદર કોર્ટમાં સીઆરપીસી કલમ 82 મુજબ કાર્યવાહી કરવા માણાવદર કોર્ટમાં રિપોર્ટ રજુ કર્યો હતો જેના આધારે માણાવદર નામદાર કોર્ટે ધીરેન કરીયાની સ્થાવર મિલ્કત જપ્ત કરવા આદેશ કર્યો હતો.
રાજ્યના ટોપ 20 પ્રોહિબિશન બુટલેગર ધીરેન અમ્રુતલાલ કારીયા વિરુઘ્ધમાં બાંટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં પ્રોહી.કલમ 65 એ-ઇ, 81, 83, 98(2), 116(બી) તથા આઇ.પી.સી. ક.465, 468, 471, 120(બી) મુજબનો ગુન્હો તા.18/09/2022ના રોજ દાખલ થયેલ અને ગુન્હો દાખલ થયા બાદ જેથી તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન ધીરેન કારિયા નાસતો ફરતો હોય.અનેક જગ્યાએ તપાસ કરતા મળી આવતો ન હોય ત્યારે તપાસનિશ અધિકારી દ્વારા માણાવદર કોર્ટમાં સીઆરપીસી કલમ 82 મુજબ કાર્યવાહી કરવા કોર્ટમાં રિપોર્ટ રજુ કર્યો હતો.
જયારે ધીરેન કારિયા વિરુઘ્ધ નામદાર માણાવદર કોર્ટમાં સી.આર.પી.સી. કલમ 82 ની કાર્યવાહી કરવા રીપોર્ટ કરેલ હોય. જે આધારે નામદાર કોર્ટ દ્વાર આરોપી વિરુઘ્ધમાં સી.આર.પી.સી. કલમ 82 મુજબનુ હાજર થવા ફરારી જાહેરનામુ ઇસ્યુ કરેલ હોય તેમ છતા હાજર ન થતા નામદાર કોર્ટ આરોપીની સ્થાવર મિલ્કત જપ્ત કરવા જૂનાગઢ કલેકટરને જંગમ મિલ્કત જપ્ત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇને તા.19/10/2023ના રોજ હુકમ કરેલ.
માણાવદર કોર્ટના હુકમના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ અને ટીમ દ્વારા આરોપીના વાહનો કાર બાઈક જીજે-11-બીએચ-6646, જીજે-11-બીજી-4980 કિ.રૂ.7,30,000 જપ્ત કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ કલેકટર દ્વારા મામલદારને હુકમ કરતા આરોપીનુ રહેણાંક મકાન જુનાગઢ રાયજીનગર નોબલ પ્લેટીનીયમ એપાર્ટમેન્ટ ખાતે આવેલ બ્લોક નં. બી-303 નો તથા જુનાગઢ ખામધ્રોળ રોડ ઉપર આવેલ રામનિકેતન ખાતે આવેલ પ્લોટ – 04 કિ.રૂ.1,75,00,000 મળી કુલ કિ.રૂ.1,82,30,000 ની મિલ્કત જપ્ત કરવામાં આવેલ છે.