હેમંત જોશી સાથે તેમની ટીમ અભય ગરેજા, જસપાલ દત્તા અને લેડીશ સિંગરમાં જીનલ કાપડી પરફોર્મન્સ આપી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના દાંડિયા કિંગ કહેવાતા હેમંત જોશી હાલ જૂનાગઢના ખોડલધામ સમિતિ આયોજીત લેઉવા પટેલ સમાજ, સત્યમ પાર્ટી પ્લોટમાં રાસ-ગરબાના સૂરો રેલાવી ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરી રહ્યા છે. હેમંત જોશી અને તેમની ટીમ આ વર્ષે જૂનાગઢમાં ખોડલધામમાં પરફોમન્સ આપી રહ્યા છે. જેમાં અભય ગરેજા, જસપાલ દત્તાનો સમાવેશ થાય છે. જ્યારે લેડીશ સિંગરમાં જીનલ કાપડી રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ખોડલધામ સમિતિ આયોજીત આ રાસોત્સવમાં 5થી 7 હજારની જનમેદની ઉમટી રહી છે. ખોડલધામ રાસોત્સવમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યા માં વધારાની પરંપરા અકબંધ રહી હતી. હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે ખોડલધામ રાસોત્સયવની રોનક વધારી હતી.
- Advertisement -
શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાવહ સતત વધતો રહ્યો હતો. જ્યારે હેમંત જોશી અને ટીમ દ્વારા રાસોત્સવ છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડીમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્કળષ્ટ વ્યેવસ્થારનો અહેસાસ કરીને મોકળા મને રાસોત્સ વ માણી રહ્યા. સાઉન્ડસ સિસ્ટોમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેતપ્સવ પર ફ્રી સ્ટાષઇલ ગરબા રમ્યાા હતા.
વર્ષ 2017થી રાજકોટમાં શરૂઆત
વર્ષ 2017થી હેમંત જોશી રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં પરફોમન્સ આપી રહ્યા છે. વર્ષ 2018માં 25 અને 2019માં 25 વેલકમ અને બાય બાય નવરાત્રીમાં સ્ટેજ પરફોર્મ કર્યું.
17 દિવસ ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પ્રોગ્રામ કર્યા
હમણા થોડા દિવસ અગાઉ જ 17 દિવસ સુધી ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કર્યા. જેમાં 4 શો સીડની, 3 શો ગ્રીફીચ, 1 મેલબોર્નમાં કર્યું. જેમાં 4 વેલકમ નવરાત્રીના શો હતા. જ્યારે આવતા વર્ષના પણ શો અત્યારથી બુક થયા છે.