દ્વારકાધીશના પરમ ભક્ત અને પાટીદાર રત્ન મૌલશ ઉકાણી ઉપર શુભેચ્છા વર્ષા
વિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની છ દાયકાની જીવનસફર એટલે ખંત, ખુમારી, સાદગી અને જિંદાદિલીનો સંગમ
- Advertisement -
વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં સહભાગી થવા સાંધ્ય દૈનિક ખાસ-ખબરની ખાસ અપીલ
ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે રવિવારે આયોજિત
રક્તદાન કેમ્પમાં 2700થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે: અવસરનો ભાગ બનવા જાહેર અપીલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના ભામાશા અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના મોભી તથા બાન લેબ લી.ના ચેરમેન અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રહરી એવા મૌલેશભાઇ ઉકાણી આગામી તા. 14 ઓક્ટોબરના રોજ 60મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તો આ પ્રસંગે તેમની ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમ નિમિત્તે રાજકોટમાં વિશ્વબંધુ રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વબંધુત્વના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું અનુસરણ ગુજરાતમાં સંભવત: ભારતમાં પ્રથમવાર રાજકોટથી શરૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં રાજકોટના વિવિધ ક્ષેત્રો ઉપરાંત ધર્મ અને જ્ઞાતિ સાથે સંકળાયેલા સામાજિક આગેવાનો દ્વારા રાજકોટ સર્વધર્મ સમભાવ કરો કમિટીની રચના કરી પ્રથમ કાર્યક્રમ આ વિશ્વબંધુ રક્તદાન મહોત્સવના આયોજન સાથે શરૂ કરનાર છે. ત્યારે આ ભગીરથ કાર્યમાં સહભાગી થઇ આ અમૂલ્ય અવસરમાં જોડાવા સાંધ્ય દૈનિક અખબાર ખાસ-ખબર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.
ઐતિહાસિક ઘટના બની રહેશે
આ રક્તદાન કેમ્પ એક ઐતિહાસિક ઘટના બનવા જઇ રહી છે. જ્યાં કોઇ એક વ્યક્તિ માટે સમાજના તમામ વર્ગના લોકો, તમામ ધર્મ અને નાત-જાતના લોકો એક જગ્યાએ એકઠા થઇ રક્તદાનનું પર્વ ઉજવશે. આ રક્તદાન કેમ્પ બાદ ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમના ભાગરુપે મૌલેશભાઈ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવશે. રાજકોટ સર્વ ધર્મ સમભાવ સમિતિ દ્વારા આયોજિત સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિ વિશ્ર્વબંધુત્વ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રાજકોટ શહેરની અનેક સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓ, તેમજ જુદા જુદા એસોસિએશન જોડાશે. આ કેમ્પમાં રાજકોટની તમામ બ્લડ બેંકો જોડાશે. સર્વધર્મ સમભાવ સમિતિએ સમાજના તમામ વર્ગને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જરૂરી રક્તની જરુરીયાતમાં મદદરુપ થવા વિશ્ર્વબંધુ રક્તદાન મહોત્સવમાં જોડાવા અપીલ કરી છે.
વિશ્ર્વબંધુ રકતદાન મહોત્સવ
તારીખ
15-10-2023
સમય
સવારે 7.30 થી 1.30
સ્થળ
કવિશ્રી અમૃત ઘાયલ કોમ્પ્યુનિટી હોલ, SNK સ્કૂલની બાજુમાં, યુનિવર્સિટી રોડ