ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ભારતીય માનક બ્યુરો (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ-BIS))ની રાજકોટ શાખા દ્વારા 14 ઓક્ટોબરના રોજ “વિશ્વ માનક દિવસ” (વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે) નિમિત્તે રાજકોટ ખાતે “માનક મહોત્સવ” યોજાયો હતો.
ભારત સરકારના 450થી પણ વધુ ઉત્પાદનોમાં નિર્માણ, આયાત અથવા વેચાણ માટે બી.એસ.આઇ. દ્વારા અપાતા માનક ચિન્હ આવશ્યક છે ત્યારે આ વિશે BISના ડાઇરેકટર એસ.ડી.રાણે, વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેકટર શિતલ પટેલ અને બી.વી. રામાના, સિંધ મીના, સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
- Advertisement -
આ વર્ષની “વિશ્વ માનક દિવસ”ની ઉજવણીની થીમ “સારી દુનિયા માટે વહેંચાયેલ દ્રષ્ટિ” (Shared vision for better world ) હતી. આ કાર્યક્રમમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની સ્થાપના, માલસામાનના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણીકરણ પ્રવૃત્તિઓના સંકલિત વિકાસ માટે અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગ્રાહકો તેમજ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે જેમ કે ધોરણો બનાવવા, ઉત્પાદનનું પ્રમાણપત્ર (ISI ચિન્હ), હોલમાર્કિંગ વગેરે.
આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, પદાધિકારીઓ વેપારીઓ, ગ્રાહકો અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.